માળિયાના દેવગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

 

માળિયા : માળિયાના દેવગઢ ગામે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. સાથે રૂ. 11,140ની રોકડ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના દેવગઢ ગામે પોલીસે જુગાર રમતા આયદાનભાઈ માલુભાઈ સવસેટા, શંભુભાઈ દેવાભાઈ પાટડીયા, સોનુભાઈ રવજીભાઈ કારૂ અને કેશુભાઈ ખોડાભાઈ વાઘાણીને રોકડા રૂ. 11,140 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.