અપના હાથ જગન્નાથ : સોસાયટીના રહીશોએ સ્વખર્ચે કર્યું રોડનું સમારકામ

- text


મોરબી : વાતોના વડા કરતા પાલિકા તંત્રના ભરોસે બેસી રહેવા કરતા આપબળે પાલિકાને કરવાનું કામ કરીને સામાકાંઠાના સ્થાનિકોએ અપના હાથ જગન્નાથની ઉક્તિ સાર્થક કરી છે.

- text

સામાકાંઠે આવેલા હરિપાર્ક સોસાયટીના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જવાથી ચાલવું મુશ્કેલ બન્યું હતું. વરસાદ વરસવાથી સ્થિતિ ભયજનક બની ગઈ હતી. માર્ગ પર પડેલા ખાડાઓને કારણે કાદવ-કિચ્ચડ સહિતની ગંદકીમાં વધારો થતો જતો હતો. વારંવાર રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હતું. આથી સ્થાનિકોએ સ્વખર્ચે ઝીણી કપચી, કાંકરી નાંખીને વ્યવસ્થિત રીતે રોડનું સમારકામ કર્યું હતું. આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ વિસ્તારમાં રહેતા નિવૃત એ.એસ.આઇ. નાગદાનભાઈના માર્ગદર્શન હેઠળ 30 જેટલી મહિલાઓએ સઘન સફાઈ પણ કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text