મોરબી : ઉમા વિદ્યા સંકુલની 11 કોમર્સની વિદ્યાર્થીનીઓ દ્વારા બેન્કની મુલાકાત

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓએ રાજકોટ નાગરિક સહકારી બેંકની મુલાકાત લીધી હતી અને બેંકના કાર્યો વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો. સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલની 38 જેટલી વિદ્યાર્થીનીઓએ રાજકોટ નાગરિક સહકારી બેન્કની મુલાકાત કરી હતી. બેન્કની મુલાકાત કરવાનો ખાસ હેતુ 11 કોમર્સની વિદ્યાર્થીનીઓને વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આવતા બેન્કના ટોપિકને પ્રત્યક્ષ સમજાવવા માટે વિષય શિક્ષક મનીષભાઈ ડાસોટીયા દ્વારા બેન્કની મુલાકાત માટે જહેમત ઉઠાવી હતી. આ સાથે બેન્કના કર્મચારીઓએ શિક્ષકની માફક એ.ટી.એમ. વિભાગ, કેશિયર વિભાગ, લોન, શેર, લોકર વિભાગ વગેરેની પ્રત્યક્ષ માહિતી બેન્ક મેનેજર મિલનભાઈ ભટ્ટ તથા બેન્ક કર્મચારી ભાર્ગવભાઈ કુંડારીયા અને પારુલબેન કાવરે ખૂબ જ સરસ બેન્ક વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. બેન્ક મુલાકાતમાં ખૂબ સરસ સહકાર આપવા બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ પ્રિન્સિપાલ હિતેષભાઈ સોરીયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text