મોરબી : જુના મનદુઃખ મામલે માતા-પુત્ર પર હુમલો

- text


ચાર શખ્સો સામે હુમલો કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના યમુના નગર શેરીમાં જુના મનદુઃખ મામલે ચાર શખ્સોએ માતા અને પુત્ર પર હુમલો કર્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે.

આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વિશિપરા પાસે આવેલ યમુનાનગર શેરી નંબર 5માં રહેતા કાનજીભાઈ ગોવિદભાઈ ચાવડા ઉ.વ.30 નામના યુવાને ધર્મેશભાઈ કાનજીભાઈ લાવડીયા, જયેશભાઇ કાનજીભાઈ લાવડીયા, ચિરાગ બાવાજી, હાર્દિકભાઈ મુકેશભાઈ હુબલ સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે,ગતતા.28ના રોજ આરોપીઓ અગાઉના ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીના માતાના ઘરે આવ્યા હતા અને તેમની માતાને આરોપીઓ ઢીકાપાટુનો માર મારી તથા હાથની કોણીએ તલવાર મારી હતી તેમજ ફરિયાદીને ધોકા તથા પાઈપથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text