માળીયા : બીજા લગ્ન કરવાનું કહીને પતિ ત્રાસ આપતા પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

માળીયા : માળીયા મિયાણામાં રહેતી પરિણીતાને તેનો પતિ બીજા લગ્ન કરવાનું કહીને ત્રાસ આપતો હોવાથી અંતે કંટાળીને પત્નીએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મહિલા પોલીસે પરિણીતાને ફરિયાદને પગલે તેના પતિ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબીના મહિલા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ માળિયાના કજેરડા મસ્જિદ વાળી શેરીમાં રહેતી યાસમીન ઇસાભાઈ જેડા ઉ.વ.25 નામની પરિણીતાએ તેના પતિ રજાકભાઈ ઇસાભાઈ જેડા રહે પાટી વિસ્તાર જખરીયા પીરની દરગાહ પાસે માળીયા મિયાણાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના આઠ વર્ષ પહેલાં લગ્ન થયાના થોડા સમયમાં જ તેમનો પતિ ત્રાસ આપતો હતો અને મારે બીજા લગ્ન કરવા છે તેવું વારંવાર કહીને પતિ તેની પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાથી આખરે કંટાળીને તેમને કપાસ છાંટવાની ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બાદમાં પરણીતાએ આ બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે તેના પતિ સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne