મોરબી : ગુમ થયેલા તરુણનું અપહરણ કરાયાની શંકા

- text


બી ડિવિઝન પોલીસે તરુણની માતાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના ઈન્દીરાનગરમાં રહેતો તરુણ ગુમ થયા બાદ તેની માતાએ તેના પુત્રનું કોઈ અજાણ્યો શખ્સ કોઈ કારણોસર અપહરણ કરી ગયાની શંકા દર્શાવીને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધીને વધુ લાપતા થયેલા તરુણની શોધખોળ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબીના સીટી બી ડિવિઝન પોલોસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગરમાં રહેતો રાહુલ લાલભાઈ નાગાણી ઉ.વ.16 નામનો તરુણ ગતતા.25ના રોજ લાપતા બન્યો હતો.આ બનાવ અંગે તેની માતા લીલાબેન લાલભાઈ નાગાણીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમનો પુત્ર રાહુલ ગતતા.25ના રોજ ઘરેથી એવું કહીને નીકળ્યો હતો કે, મોરબીના સામાકાંઠે આવેલ ફ્લોરાહોમ પાસેની અંબિકા ઈલોકટ્રોનિક્સની દુકાનેથી થઈ ગેડા સર્કલ અને માળીયા ફાટેકેથી થઈને ઘરે આવું છું તેમ કહીને નીકળ્યા બાદ લાપતા બની ગયો હતો.ગુમ થયેલા પુત્રની સગા સંબંધીઓ તથા પરિચતોને ત્યાં તપાસ કરતા આજદિન સુધી તેના સગડ મળ્યા નથી.આથી તેની માતાએ કોઈ અજાણ્યો શખ્સ તેમના પુત્રનું કોઈ કારણોસર લલચાવી ફોસલાવીને અપરહરણ કરી ગયાની શંકા દર્શાવી છે.પોલીસે માતાની ફરિયાદ પરથી એક અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text