મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નવનિયુકત હોદેદારોનો સત્કાર સમારંભ યોજાયો

મોરબી : મોરબી જિલ્લાના નવરચિત મોરબી જિ. પ્રા. શિ. સંઘ ના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ દેથરીયા અને મહામંત્રી શ્રી દિનેશભાઇ હુંબલના અભિવાદન સત્કાર સમારોહ હળવદ ખાતે મુખ્ય મહેમાન મોરબી જિલ્લા શિક્ષણાધિકારી ભરતભાઈ સોલંકી સાહેબશ્રી અને મુખ્ય અતિથિ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મયુરભાઈ પારેખ સાહેબના અધ્યક્ષ સ્થાને આજે યોજવામાં આવ્યો હતો.જેમાં રાજ્ય સંઘ ના પ્રચારમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ગોહિલ તથા ગીરીશભાઈ પટેલ તેમજ સાબરકાંઠા જિલ્લા સંઘ ના પ્રમુખ ભોગીલાલ પટેલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા શિ સંઘનાપૂર્વ પ્રમુખ જીલુભા ધાધલ તેમજ અન્ય જિલ્લાના શિક્ષક સંઘ ના હોદેદારો ના અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો.

મોરબી જિલ્લાના નવરચિત પ્રા. શિક્ષક સંઘ ના પ્રમુખ અને મહામંત્રી નો અભિવાદન સમારોહમાં મોરબી જિલ્લામાંથી શિક્ષકો ઉમટી પડ્યા હતા અને પોતાના લાડીલા નેતાઓનું સન્માન કરવા લાંબી લાઈનો લગાવી હતી, ટિમ મોરબી,ટીમ વાંકાનેર,ટિમ ટંકારા વતી,પ્રમુખ મહામંત્રીશ્રી દ્વારા તેમજ તમામ તાલુકાના ટીપીઈઓ, હળવદ તાલુકાની અઢાર પે સેન્ટર શાળામાંથી પે સેન્ટરના આચાર્ય તેમજ સંઘ પ્રતિનિધિ દ્વારા તમામ શિક્ષકો વતી અઢળક ભેટ આપી સન્માનિત કરાયા હતા.

આ તકે ઘનશ્યામભાઈ દેથરીયા એ જણાવ્યું હતું કે આપણે જે કંઈ છીએ એ બાળકોના લીધે છીએ,એટલે આપણાં માટે બાળકોનું હિત સર્વોપરી હોવું જોઈએ, બાળકના શિક્ષણના ભોગે કોઈ જ પ્રવૃત્તિ ન કરવી જોઈએ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મયુર એસ.પારેખે જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના 3500 જેટલા શિક્ષકો ખૂબજ કર્મઠ જેના કારણે તેત્રીસ જિલ્લા પૈકી વેકેશનમાં સમયદાનમાં,ઓનલાઈન હાજરીમાં વનમહોત્સવમાં અવ્વલ નંબરે છે અને ભવિષ્યમાં મારા તરફથી શિક્ષકોને જરાય તકલીફ નહિ પડવા દઉં એવી ખાત્રી આપી હતી,કાર્યક્રમનું સમગ્ર સંચાલન ગજેન્દ્રભાઈ મોરડીયાએ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા હળવદ ઘટક સંઘના પ્રમુખ પ્રવીણભાઈ ધોળું, મહામંત્રી ચતુરભાઈ પાટડીયા તેમજ તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.