હળવદના જુના દેવળીયા ગામે યુવાન પર દારૂની ચોરીની શંકાએ હુમલો

- text


ત્રણ શખ્સો સામે હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો

હળવદ : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે એક યુવાનને આંતરીને તેણે દારૂની ચોરી કરી હોવાની શંકા રાખી ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની હળવદ પોલિસ મથકે ફરિયાદ નોંધાઇ છે.હળવદ પોલીસે યુવાનની ફરિયાદ પરથી ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા લાલજીભાઈ જાદવજીભાઈ કોળી નામના યુવાને વિજયભાઈ જયતિભાઈ અધારા, લાલજીભાઈ ભગવાનજીભાઈ બાવાજી અને અજય ઉફે બાચકી કિશોર કોળી સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, લાલજીભાઈ કોળી જુના દેવળીયા ગામેથી સુંદરગઢ ગામે જવાના રસ્તે કોઈ કામસર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ત્રણેય શખ્સોએ આવીને યુવાનને આંતરી તેણે દારૂની ચોરી કરી હોવાની શંકા કરીને લાકડાનો ધોકો તથા કમરે બાંધવાના બેલ્ટ વડે માર માર્યો હતો.તેમજ ફડાકા માર્યા હતા અને યુવાનને રેલવેના પાટા પાસે બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી .યુવાને આજે ત્રણેય શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text