વાંકાનેર માર્કેટીંગ યાર્ડ પરીવારે વરસાદ માટે શાહબાવા અને નાગાબાવા ને દુવા-પ્રાર્થના કરી

- text


વાંકાનેર : આજે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ કમિશન એજન્ટો, વેપારી તેમજ મજુરો દ્વારા વાંકાનેર, મોરબી તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડે તે માટે વાંકાનેરમાં આવેલ શાહબાવાની દરગાહે ચાદર ચડાવી અને નાગાબાવા મંદિરે વાઘા અને ધજા ચડાવી બધાએ સાથે મળી સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી.

- text

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના હિન્દુ મુસ્લિમ વેપારી, દલાલ અને મજુરો એ સાથે મળીને હાલ વાંકાનેર અને આજુબાજુના વિસ્તારમાં વરસાદ અપુરતો થયો છે માટે લોકો અને ખાસ ખેડુતો ભારે મુશ્કેલીમાં છે તમામ લોકો વરસાદની કાગ નઝરે રાહ જોઇ રહ્યા છે. ત્યારે વાંકાનેર માર્કેટીંગ યાર્ડ પરીવારે મુસ્લિમોનું ધાર્મિક સ્થાન શાહબાવા અને હિન્દુઓનું ધાર્મિક સ્થાન નાગાબાવાના મંદિરે જઈ વરસાદ માટે દુવા/પ્રાર્થના કરીને કોમી એકતાનું ઉદારણ પુરુ પાડ્યું હતું.

- text