વાંકાનેરમાં બપોરના સમયે દુકાનમાંથી રોકડ રકમ ૬૫૦૦૦ ની ચોરી : ચોર સીસીટીવીમાં કેદ

વાંકાનેરના વાંઢા લીમડા ચોક નજીક આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની જંતુનાશક તથા બીયારણની દુકાન માલિક ઇસ્માઇલભાઇ વલીભાઈ માથકિયાએ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે કે તેઓ બપોરે ૧૨ વાગ્યે ઘરે જમવા ગયા અને ૨:૨૫ વાગ્યે પરત દુકાને આવતા દુકાન નો કાચનો દરવાજો ખુલ્લો જોવા મળેલ જેથી તપાસ કરતાં કાઉન્ટરમાં રાખેલ રોકડ રકમ રૂપિયા ૬૫૦૦૦ જોવા મળેલ નહીં જેથી બાજુની દુકાનમાં આવેલ સીસીટીવી ચેક કરતાં કોઈ અજાણ્યો ઈસમ ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશ કરતો જોવા મળેલ જેથી ફરિયાદીએ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરાવેલ છે.