મોરબી : એમ.એમ. સાયન્સ કોલેજમાં વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ યોજાયો

મોરબી : મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજમાં તારીખ 18ને ગુરૂવારે વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબીની સાયન્સ કોલેજ ખાતે એક વૈવિધ્યપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત બટાલિયન અંતર્ગત કાર્યરત NCC યુનિટના NCC ‘C’ સર્ટિફિકેટ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ, ચિત્રકલા, નિબંધલેખન સ્પર્ધા અને ઇનામ વિતરણ તથા વૃક્ષારોપણ જેવા વિવિધલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાનાં પ્રમુખ પી.એન. વોરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત બટાલિયન રેન્કનાં કર્નલ સી.ઓ. તુષાર જોશી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજમાં નવા વિદ્યાર્થીઓને તુષાર જોશીએ NCCનું મહત્વ, યુવાધનની રાષ્ટ્રસેવા, શિસ્ત અને સામર્થ્ય અંગે જાગરૂકતા લાવવા માટે ઊંડાણપૂર્વક સમજાવ્યું હતુ. સી.ઓ. તુષાર જોશીને NCC કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ.

કુલ સત્તર હજાર NCC કેડેટસમાં ગૃપ લેવલ Cમાં દ્વિતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી ભવ્ય કાવર અને કુલ 25 NCC સર્ટિફિકેટ પરિક્ષાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓને એ અને 17 વિદ્યાર્થીઓને બી ગ્રેડ મળતાં તેમનુ સંસ્થા તથા પદાધિકારીઓ દ્વારા બહુમાન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં સ્વાગત NCC કેપ્ટન ડો. બી.એમ. શર્મા અને આભારવિધિ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. જે.એમ. પરમાર દ્વારા કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne