મોરબી એસપી અને એલસીબીને મધ્યપ્રદેશ પોલીસ તરફથી મળ્યા પ્રસંશા પત્ર

- text


મધ્યપ્રદેશના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવાની કામગીરીની એડીજીપી અને એસપીએ સરાહના કરી

મોરબી : મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ધાડ અને લૂંટના ગુનાના ફરાર આરોપીઓને પકડી પાડવા બદલ મોરબી એસપી ડો. કરનરાજ વાઘેલા અને એલસીબી સ્ટાફને ઇન્દોર ઝોનના એડીજીપી અને અલીરાજપુરના એસપી દ્વારા પ્રસંશા પત્ર આપવામાં આવ્યા છે. આ પત્રમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે.તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના બોરી પોલીસ મથકના લૂંટ અને ધાડના ગુનાના ફરાર આરોપી કમલ બનનુ, બારમ કરણસિંહ અને રાકેશ ભેવરસિંહને મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆઇ વી.બી. જાડેજા અને તેની ટીમે પકડી પાડ્યા હતા. આ આરોપીઓને પકડી પાડવા બદલ અલીરાજપુરના જિલ્લા પોલીસ વડા વિપુલ શ્રીવાસ્તવે પીઆઇ વી.બી. જાડેજા તેમજ સ્ટાફને અને ઇન્દોર ઝોનના એડિશનલ ડીજીપી વરુણ કપૂરે એસપી ડો. કરનરાજ વાઘેલાને પ્રસંશા પત્ર મોકલ્યો છે. જેમાં મોરબી પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી છે. સાથે આવી જ શ્રેષ્ઠ કામગીરી ભવિષ્યમા થતી રહે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text