મોરબી : વાઘપરાના રહીશોનો સતત બીજા દિવસે પાલિકામાં મોરચો

- text


ગઈકાલે ઢોલ નગારા સાથે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કરવા છતાં દૂષિત પાણીનો પ્રશ્ન હલ ન થતા સ્થાનિકો વિફર્યા : ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબીના વાઘપરા વિસ્તારના રહીશોએ આજે સતત બીજા દિવસે પાલિકા કચેરીમાં મોરચો માંડયો હતો. ગઈકાલે ઢોલ નગારા સાથે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હોવા છતાં ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા હોવાની સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે ફરી સ્થાનિક રહીશોઓ પાલીકા કચેરીએ દોડી જઈને ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના વાઘપરા વિસ્તારમાં ઘણા સમયથી દૂષિત પાણી આવતું હોવાની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ પીવાના પાણીની લાઈનમાં ગટરના દૂષિત પાણી ભળી જાય છે. દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો વકરાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ વાઘપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.આ મામલે તંત્રને ઢંઢોળવા માટે વાઘપરા વિસ્તારના રહોશોએ ગઈકાલે ઢોલ નગારા વગાડ્યા વગાડતા પાલિકામાં પહોંચીને ઉગ્ર દેખાવો કર્યા હતા. તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે લતાવાસીઓ વિફર્યા હતા અને સતત બીજા ફિવસે પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો. તેમજ સ્થાનિક લોકોએ પાલિકાના ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરીને તેમના વિસ્તારની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text