મોરબી : ક્રેવિટા ગ્રેનાઈટો દ્વારા 200 છોડ વવાયા

મોરબી : મોરબીનાં માટેલનાં ક્રેવિટા ગ્રેનાઈટો દ્વારા ગઇ કાલે તારીખ 22ને સોમવારે 200 જેટલા છોડ વાવવામાં આવ્યાં હતાં.

સીરામીક સીટી મોરબીમાં છેલ્લાં થોડાં સમયથી સીરામીક તથા અન્ય ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ઘણાં સીરામીક તથા અન્ય એકમોએ વૃક્ષારોપણ કર્યું છે. આ અભિયાનની મુહિમને ક્રેવિટા ગ્રેનાઈટોએ આગળ વધારતા માટેલમાં 200 વૃક્ષોનું વાવેતર કરીને તેનુ જતન કરવાનો સંકલ્પ લેવામાં આવયો હતો.