મોરબી : ભોરણીયા પરિવારમાં દીકરીનું ધામધૂમથી સ્વાગત

- text


ધૂન ભજનનો કાર્યક્રમ રાખીને પુત્રીજન્મને હર્ષોલ્લાસથી ઉજવ્યો

મોરબી : મોરબીના ભોરણીયા પરિવારમાં તારીખ 7ને રવિવારે પુત્રીનો જન્મ થયો છે. ભોરણીયા પરિવાર દ્વારા લાડલીના આગમનને વધાવી લેવા માટે ધૂન ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

મોરબીના નાગરવાસી જયદીપ ભોરણીયા અને જિંકલ ભોરણીયાને ત્યાં પુત્રી ‘મિશ્વા’ નો જન્મ થતા સમગ્ર ભોરણીયા પરિવારમાં આનંદની લહેરો છવાઈ ગઈ હતી. દીકરીના આગમનને વધાવવા માટે ભોરણીયા પરિવાર દ્વારા રામધૂન અને ભજન જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોરણીયા પરિવારે આ પગલું લઈને સમાજને નવી દિશા ચીંધી હતી. લક્ષ્મીના આગમનને ભોરણીયા પરિવાર દ્વારા ખુબ હર્ષોલ્લાસ અને ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી અને દીકરી એ તુલસીનો ક્યારો છે, એ સૂત્રને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text