મોરબીમાં જોઈન્ટ કમિશનરની અધ્યક્ષતામા બુધવારે ઇન્કમટેક્સ ડે ઉજવાશે

- text


નવયુગ શૈક્ષણિક સંકુલમા તા. 24ને સવારે 11 કલાકે જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ ઇન્કમ ટેક્ષ અંગે કોલેજના છાત્રો સાથે સંવાદ યોજાશે

મોરબી : મોરબી રેન્જના આવકવેરાના જોઈન્ટ કમિશનર અરવિંદ સોનટક્કેની અધ્યક્ષતામાં આગામી તા. 24ને બુધવારના રોજ ઇન્કમટેક્ષ ડેની ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં નવયુગ શૈક્ષણિક સંકુલમા તા. 24ને સવારે 11 કલાકે જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ આવકવેરા જાગૃતિ અંગે સેમિનાર યોજવામાં આવશે આ ઉપરાંત આવકવેરા કચેરીએ વૃક્ષારોપણ, સફાઈ અભિયાન, આવકવેરા સલાહકારો અને સીએ સાથે બેઠક, જાગૃતિ માટે સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે.

આગામી તા. 24ને બુધવારના રોજ ઇન્કમટેક્ષ ડે છે. ત્યારે આ દિવસની ઉજવણી માટે મોરબી રેન્જના આવકવેરાના જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના અધ્યક્ષ સ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવકવેરાના કર્મચારીઓ દ્વારા કચેરી પાસે વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથો સાથ સફાઈ અભિયાન પણ હાથ ધરવામા આવનાર છે. ઉપરાંત ઉજવણી સંદર્ભે વિવિધ સ્થળે સ્વચ્છતા અંગેના તેમજ આવકવેરા જાગૃતિના હોર્ડિંગ્સ તેમજ બેનરો પણ લગાવવામાં આવ્યા છે.

- text

વધુમાં આવકવેરા દિવસની ઉજવણી અંતર્ગત વધુમાં વધુ લોકોને આવકવેરા અંગેની માહિતી પ્રદાન કરવામાં આવશે. આવકરવેરા સલાહકાર અને ચાર્ટડ એકાઉન્ટન્ટ સાથે મિટિંગ પણ યોજવામાં આવશે. આ સાથે નવયુગ શૈક્ષણિક સંકુલમા તા. 24ને સવારે 11 કલાકે જોઈન્ટ કમિશનર અરવિંદ એન. સોનટક્કેના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સેમિનાર યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને આવકવેરાના નાણાં કયા અને કેવી રીતે વપરાય છે તે અંગેની માહિતી તેમજ વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે માહિતી આપવામાં આવશે. આમ આવકવેરા વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને ઇન્કમટેક્ષ ડેની ઉજવણી કરવામાં આવશે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text