મોરબીની ખાનગી શાળાઓમાં આદર્શ માતા કસોટી અંતર્ગત વાલી મીટીંગ

મોરબી : મોરબી જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં ‘આદર્શ માતા કસોટી’ હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન અને વેલ ડ્રેસ હરીફાઈનું આયોજન થવા જનાર છે. આ કસોટી અંતર્ગત મોરબીની વિવિધ ખાનગી શાળાઓમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મોરબી જિલ્લા માટે ‘આદર્શ માતા કસોટી’ હેલ્ધી ચાઈલ્ડ કોમ્પિટિશન અને વેલ ડ્રેશ હરીફાઈનું આયોજન આગામી ડિસેમ્બર માસમાં કરેલ હોય, આ કસોટીમાં ખુબજ બહોળી સંખ્યામાં માતાઓ આદર્શ માતા કસોટીમાં ભાગ લીએ એ માટે તેમજ આ કસોટી, આ હરીફાઈ શા માટે? કસોટીથી શું ફાયદો? કસોટીમાં કોણ ભાગ લઈ શકે? કસોટીમાં કેવા પ્રશ્નો હશે? આ બધી જ બાબતોના માર્ગદર્શન માટે આ કસોટીના મુખ્ય સુત્રધાર જાણીતા અને માનીતા બાળરોગ નિષ્ણાંત ડો. સતિષભાઈ પટેલ અત્યાર સુધી નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, સત્યમ વિદ્યાલય, બ્લોસમ કિડ્સ સ્કૂલ વગેરે શાળાઓમાં રૂબરૂ વાલી મીટીંગ કરી માર્ગદર્શન પૂરું પાડેલ છે. આગામી સમયમાં રાંદલ વિદ્યાલય, ભારતી વિદ્યાલય, ઓમ શાંતિ સ્કૂલ, નવયુગ ગૃપ ઓફ સ્કૂલ, નાલંદા વિદ્યાલય સારથી વિદ્યાલય, ઉમા શૈક્ષણિક સંકુલ વેગેરેમાં વાલી મીટીંગનું આયોજન થયેલ છે. ક્રમે ક્રમે મોટાભાગની સ્કૂલો આવરી લેવામાં આવશે અને વાલીજાગૃતિ અને પેરેન્ટીંગની યોગ્ય બાળ ઉછેર,બાળ ઘડતરની વાતો સેમિનારમાં કરવા આવશે. આ પ્રયત્નની અસરરૂપે અત્યાર સુધીમાં 700 જેટલા આદર્શ માતા કસોટી માટેના ફોર્મ ભરાઈ ચુક્યા છે અને બહેનો તરફથી જબરો પ્રતિસાદ મળી રહ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne