મોરબીના સિંચાઈ કૌભાંડના કેસમાં જિલ્લા ભાજપ મહામંત્રી જેલહવાલે

- text


મોરબી : મોરબી જિલ્લાના ચકચારી સિંચાઈ કૌભાંડમાં થોડા દિવસો અગાઉ મોરબી એ ડિવિઝન પોલીસે જિલ્લા ભાજપ મહામંત્રીની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર સોપાયા હતા. આજે તેમના બે દિવસના રીમાન્ડ પુરા થતા ફરી તેમને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

- text

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનામાં થયેલા રૂ.20 કરોડના કૌભાંડના અત્યાર સુધીમાં અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી છે અને જે તે સમયે પોલીસે આ સિંચાઈ કૌભાંડમાં અનેક મોટા માથાઓની ધરપકડ કરી હતી. ત્યારે થોડા દિવસો અગાઉ આ સિંચાઈ કૌભાંડની તપાસ કરી રહેલી એ ડિવિઝન પોલીસે હાલ હળવદના માનસર ગામે રહેતા મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી ઘનશ્યામભાઈ ગોહિલની ધરપકડ કરી હતી. જેમાં તેમણે જે તે સમયે સિંચાઈ કૌભાંડને લગતી બે વિરોધાભાસ રજુઆત ઉચ્ચકક્ષાએ કરી હતી. પહેલી વખતની રજુઆતમાં તેમણે નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હોવાનું જણાવ્યું હતું અને બીજી વખતની રજુઆતમાં બધું જ ઓકે હોવાનું જણાવ્યું હતું. આથી આ બાબતે એ ડિવિઝન પોલીસે તેમની ધરપકડ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર સોપાયા હતા. આજે બે દિવસના રિમાન્ડ પુરા થતા પોલીસે આ આરોપીને ફરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલહવાલે કરવાનો આદેશ આપ્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text