મોરબીમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

- text


શ્રાવણ માસ નજીક આવતાની સાથે જુગારની મોસમ શરૂ થઈ જતા પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી

મોરબી : શ્રાવણ માસ નજીક આવતાની સાથે જુગારની મોસમ.ખીલી ઉઠતા પોલીસે પણ આ જુગારની બદીને દૂર કરવા કડક કાર્યવાહી હાથ ધરી છે.જેમાં મોરબી એ ડિવિઝન પોલીસે ગઈકાલે જુના બસ સ્ટેન્ડ નજીક જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ જુગારની રેડની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ઈદ મસ્જિદ રોડ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ સ્ટાફે ત્યાં રેડ કરીને જુગાર રમતા સલીમભાઈ નેકમામદભાઈ ભટ્ટી, અફઝલભાઈ કાસમભાઈ સંધવાણી, એજાજભાઈ નૂરમામદભાઈ જામ, દિલાવરભાઈ ઉર્ફે ભીચુ કાસમભાઈ કટિયા, નિજામભાઈ સલીમભાઈ મોવર અને અકબરભાઈ હુસેનભાઈ જેડાને રૂ.2410ના મુદામાલ સાથે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text