વાંકાનેરમાં ભાજપ સદસ્યતા અભિયાન દરમ્યાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે માથાકૂટ સર્જાઈ

- text


વાંકાનેર : શહેરમાં ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત ચાલતા કાર્ય દરમ્યાન માર્કેટ ચોંક ખાતે પોલીસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાતાવરણ તંગ બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સદસ્યતા નોંધણી કરાવવા માટે ઉમટી પડેલા લોકોના વાહનોને રોકીને પોલીસે દંડ ફટકારવાનું શરૂ કરતા શહેરના પૂર્વ નગરપતિ જીતુ સોમાણી અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી. રવિવારે સવારે ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત પૂર્વ નગરપતિ જીતુ સોમાણી, ઇન્દુભા જાડેજા, દિનુભાઈ વ્યાસ સહિતના સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન હેઠળ સદસ્યતા નોંધણી અભિયાન શરૂ થયું હતું. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન શહેર પોલીસ સ્ટાફ દ્વારા આ સ્થળની આસપાસ જ વાહન ચાલકોને રોકીને દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવતા દેકારો બોલી ગયો હતો. આ તકે જીતુ સોમાણી અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. જીતુ સોમાણીએ પોલીસ સામે આ દરમ્યાન આક્ષેપ કર્યો હતો કે શહેરમાં ચાલતા દારૂના અડ્ડા, ખુલ્લેઆમ ચાલતા જુગારના હાટડાઓ પોલીસ બંધ નથી કરાવી શકતી, લુખ્ખા અને આવારા તત્વો બેફામ બન્યા છે, બહેન દીકરીઓની છેડતીની સમસ્યા વકરતી જાય છે ત્યારે પોલીસ આવી પાયાની કામગીરી કરવાને બદલે ભાજપના સદસ્યતા અભિયાન માટે અડચણ ઉભી કરવા ઓનલાઈન સદસ્યતા નોંધાવવા આવતા લોકોના વાહનોના મેમાં ફાડવા માટે ઘસી આવી છે. જો વહેલી તકે શહેરમાં વ્યાપ્ત સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહિ આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભાજપ આગેવાનોએ ઉચ્ચારી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text