મોરબી : વરુણદેવને રીઝવવા ઠેર ઠેર રામધૂન, બટુક ભોજન યોજાયા

- text


મોરબી : હાલ અન્ય જગ્યાએ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. પરંતુ હજુ મોરબી જિલ્લો કોરો ધાકાળ રહ્યો છે. ત્યારે મેઘરાજાને મનાવવા ધાર્મિક લોકો રામધૂન, બટુક ભોજન અને ઢુંઢીયા દેવની યાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો થકી સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. શનાળા બાયપાસ પાસે આવેલા ગોકુલનગર શેરી નંબરના લતાવાસીઓએ વરુણદેવને રીઝવવા 12 કલાકની રામધૂન કરી હતી. આ રામધૂનમાં ગોકુલનગરના લત્તાવાસીઓએ એકઠા થઈ રિસાઈ ગયેલા વરુણ દેવને રીઝવવા શનિવારે રાત્રે 7 વાગે રામધૂન શરૂ કરીને રવિવારે સવારે 7 વાગ્યા સુધી રામધૂન બોલાવી હતી. જેમાં ખાસ કરીને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ સિવાય મોરબીના કન્યા છત્રાલય સ્થિત આશા પાર્ક સોસાયટીમાં 24 કલાકની રામધૂન યોજાઈ હતી. જેમાં સોસાયટી ઉપરાંત આસપાસના રહીશોએ પણ ભાગ લીધો હતો.

- text

જયારે ઘુંટુ ખાતે આવેલી પંચવટી સોસાયટીમાં પણ મેઘરાજાને મનાવવા રામધૂનનું આયોજન થયું હતું. આ ઉપરાંત અહીં આવેલ ભાથીજીદાદાના મંદિરે પણ રામધૂન બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીના ભડીયાદ અને મહેન્દ્રનગર ગામે વરુણદેવને મન મૂકીને વરસવા માટે લોકવાયકા પ્રમાણે અને પૌરાણિક માન્યતા અનુસાર ઢૂંઢિયા દેવની વરણાગી કાઢવામાં આવી હતી.

આમ જિલ્લામાં ઠેર ઠેર મેઘરાજાને મનમૂકી વરસવા માટે પ્રાર્થના, ધૂન-ભજન કરવામાં આવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text