ઓનલાઇન ખરીદ-વેચાણ કરતી સાઈટ પરથી એક્ટિવા ખરીદવામાં યુવકે 33 હજાર ગુમાવ્યા

- text


અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ એક્ટિવા ન મોકલીને કરી છેતરપિંડી

વાંકાનેર : ઓનલાઇન ખરીદ વેંચાણ કરતી વેબસાઈટ પર ઘણી વખત લેભાગુઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવતી હોય છે. ત્યારે ઓનલાઇન સિસ્ટમની પુરી રીતે જાણકારી ન ધરાવતા લોકો આસાનીથી છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે. એવો જ એક કિસ્સો સીરામીક ફેકટરીમાં કામ કરતા યુવક સાથે બન્યો હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરમાં માટેલ રોડ સ્થિત ન્યુ પલ સીરામીક ફેકટરીમાં વાયરમેન તરીકેનું કામ કરતો મૂળ યુ.પી.ના ગોરખપુરનો વતની રાજન સત્યપ્રકાશ વિશ્વકર્મા ઉં.વ.24 નામના યુવાને ઓ.એલ.એક્સ નામની વેબસાઈટ પર જૂનું એક્ટિવા વેચવાની જાહેરાત જોઈ વેચાણ કરવા ધારકનો ધારકનો સંપર્ક કર્યો હતો. આથી એક્ટિવા વેચવા માંગતા શખ્સ દ્વારા રાજનને વિશ્વાસમાં લઈ ગત 15 તારીખથી લઈને કટકે કટકે 33325 રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. છ દિવસ દરમ્યાન વિવિધ તબક્કે થયેલી વાતચીત દરમ્યાન એક્ટિવા મળી જશેની આશાએ વાંકાનેરનો યુવક એની વાતોમાં આવીને હાલ તો પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. રાજન દ્વારા આ ફ્રોડ બાબતે વાંકાનેર પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસે રાજનને તાલુકા પોલીસ મોરબીનો સંપર્ક કરવાનું જણાવ્યું હતું. જો કે આ બાબતે હજુ પોલીસે ફરિયાદ નોંધી નથી. ઉલ્લેખનીય છે કે ફ્રોડ કરનાર વિકાસ પટેલ નામના વ્યક્તિએ ભોગ બનનારને પોતે આર્મીમાં નોકરી કરે છે એ રીતે પોતાની ઓળખ આપી હતી. છેતરપિંડીનો ભોગ બનનાર યુવક રાજનનેપોલીસમાં આ બનાવને લઈને ફરિયાદ નોંધાવવાની તજવીદ આદરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text