મોરબી પાલિકામાં લોકોનો હલ્લાબોલ : ઢોલ નગારા સાથે નિંભર તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ

- text


મોરબી : શહેરના વોર્ડ નંબર 13માં આવેલા વાઘપરાના સ્થાનીક રહીશોએ આજે મોરબી પાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી પાલિકાનું વાતાવરણ ગજવી નાખ્યું હતું. મોટા પ્રમાણમાં મહિલાઓ અને પુરુષોના ટોળા ઢોલ નગારા સાથે સરઘસના સ્વરૂપે જ પાલિકા કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં એમના વિસ્તારની વિવિધ પ્રાથમિક સુવિધાઓના અભાવ માટે સાથે લાવેલું આવેદન પત્ર સ્વીકારનાર કોઈ હાજર ન હોવાથી મહિલાઓએ છાજીયા લઈ વાતાવરણ ગજવી મૂક્યું હતું. મોરબી શહેરના વોર્ડ નંબર 13માં આવેલા વાઘપરા વિસ્તારના સ્થાનિકો એમના વિસ્તારમાંથી જ સરઘસ કાઢીને ઢોલ નગારા વગાડતા વગાડતા પાલિકા કચેરીએ પોતાના વિસ્તારની પાયાની માળખાગત સુવિધાના ધાંધિયાની રજુઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં રાબેતા મુજબ જ પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી રજુઆતકર્તાઓ ઉશ્કેરાયા હતા અને પાલિકા કચેરીમાં પલિકાના નામના છાજીયા લીધા હતા. રજૂઆતકર્તાઓએ જણાવ્યું હતું કે એમના વિસ્તારમાં ગટરનું પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ઘૂસી જતા પાછળ એકાદ મહિનાથી નળમાં ગંદુ તેમજ દુર્ગંધ મારતું પાણી આવે છે. સ્થાનિક કક્ષાએ વારંવાર રજુઆત કરવા છતાં આ સમસ્યાનો ઉકેલ લાવવામાં તંત્ર ઉદાસીનતા સેવે છે. ત્યારે હવે ગંભીર રોગચાળો ફેલાય એવી દહેશત ઉભી થઈ છે. પોતાની વાતને પુરવાર કરવા માટે મહિલાઓ નળમાં આવતું દુર્ગંધયુક્ત પાણીની બોટલો પણ સાથે લઈને આવ્યા હતા.

- text

સ્થનિકોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં રસ્તા, લાઈટ, સફાઈ તેમજ ડ્રેન્જ વ્યવસ્થાના કોઈ ઠેકાણા નથી. ખાસ કરીને પાછલા એકાદ વર્ષથી લાઇટનો પ્રોબ્લેમ સોલ્વ થતો નથી. વારંવાર ફરિયાદો કર્યા બાદ લાઈટ રીપેર કરવા આવે ત્યારે લાઈટ રીપેરીંગનો પૂરતો સમાન ઉપલબદ્ધ નથી એમ કહીને કર્મચારીઓ પરત ફરી જાય છે. એકલ દોકલ વ્યક્તિઓની ફરિયાદ પાલિકામાં કાને ધરાતી નથી. આવા સંજોગોમાં ઢોલ વગાડીને નિંભર તંત્રની ઊંઘ ઉડાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે કોઈ પણ ટોળા જયારે જયારે પાલિકા કચેરીમાં રજુઆત કરવા પહોંચે ત્યારે પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર પાલિકા ઓફિસે હાજર હોતા જ નથી આવી સ્થિતિ આજે પણ જોવા મળી હતી. આ દરેક સમસ્યાનું 4 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો 4 દિવસ પછી પાલિકા કચેરીને તળાબંધી કરવાની ઉગ્ર ચીમકી સ્થાનિકો દ્વાર આપવામાં આવી છે. જેને સામાજિક કાર્યકર રાજુભાઈ દવે એ ટેકો જાહેર કર્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર આ બાબતે કુંભકરણની નિદ્રામાંથી જાગે છે કે નહીં.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text