મોરબીના બિલ્ડ એવેન્યુ મેગેઝીનને મળ્યો બેસ્ટ ટાઇલ્સ મેગેઝીન ઓફ ધ યરનો અવોર્ડ

- text


મોરબી : સીરામીક નગરી મોરબીના ‘બિલ્ડ એવેન્યુ’ મેગેઝીનને તાજેતરમાં યોજાયેલી ગ્લોબલ સ્માર્ટ બિલ્ડ સમિટ-2019માં ‘બેસ્ટ ટાઇલ્સ મેગેઝીન ઓફ ધ યર’ નો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ગ્લોબલ સ્માર્ટ બિલ્ડ સમિટ-2019ની કોન્ફરન્સનું આયોજન પુણેની હયાત હોટેલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મોરબીના ‘બિલ્ડ એવેન્યુ’ના સંચાલક નીરજ જીવાણી પણ સહભાગી થયા હતા. આ ઇવેન્ટમાં મોરબીથી પ્રકાશિત થતા ‘બિલ્ડ એવેન્યુ’ મેગેઝીનને ‘બેસ્ટ ટાઇલ્સ મેગેઝીન’નો અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ કોન્ફરન્સમાં દેશના વિકસિત થતા શહેરોમાં બાંધકામ ક્ષેત્રે આર્થિક વિકાસ તથા પુનઃબાંધકામ અને આવનારા સમયમાં કોમર્શીયલ, રેસીડેન્શીયલ બાંધકામોમાં કેટલી ઝડપથી વૃદ્ધિ થવાની શક્યતાઓ છે, તેની પણ ચર્ચાઓ થઇ હતી.

- text

આ ઇવેન્ટમાં અલગ અલગ ક્ષેત્રો સાથે જોડાયેલા તજજ્ઞો અને ઉદ્યોગસાહસિકોએ વિસ્તૃત ચર્ચા અને માહિતીની આપ-લે કરી હતી, જેમાં ખાસ કરીને ટેકનોલોજી, યોગ્ય ડિઝાઇન, રો-મટીરીયલ, બિલ્ડીંગ મટીરીયલની ઉપયોગીતા અંગે પણ ઘણી ચર્ચાઓ કરવામાં આવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text