મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ દ્વારા તારીખ 20/7/2019ના રોજ ગુરુવંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લા ટિમ અને પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષકો જોડાયા હતા.મોરબીમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. ગુરુઓની સમાજમાં વાસ્તવિક ભૂમિકા અને સમાજોત્થાનમાં શિક્ષકોના યોગદાન વિશે મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા પ્રચાર પ્રમુખ રાજેશભાઇ બદ્રકિયા દ્વારા પાથેય આપવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું, કે શિક્ષકોની ભૂમિકા માત્ર શાળાના શિક્ષણ પૂરતી સીમિત ન રહેતા સમાજમાં રચનાત્મક અને ક્રિયાત્મક ભૂમિકામાં રહી ભારતીય સંસ્કૃતિના ઉત્થાનનું કાર્ય કરી ફરી ભારતને વિશ્વગુરુના સ્થાને બિરાજમાન થાય તે ભૂમિકા શિક્ષકોની છે. સમાજમાં વૃક્ષારોપણ કરી બાળકોના વાલીઓને સાથે જોડી પર્યાવરણ ની જાળવણી કરવામાં આવે, પ્લાસ્ટિકમુક્ત પૃથ્વી બનાવવામાં સમાજના લોકો જોડાય તે માટે જાગૃતિ લાવી પ્લાસ્ટિકના ઉપયોગને નહિવત કરવામાં તેમજ ઓછામાં ઓછો ઉપયોગ થાય તે બાબતે જાગૃતતા કેળવવામાં શિક્ષકો દ્વારા સમાજમાં કાર્ય કરવામાં આવે, ભારતીય પરંપરા માત્ર આધ્યાત્મિક જ ન હોતા સાથે સાથે વૈજ્ઞાનિક પણ હતી અને તે પરંપરાને પુનઃસ્થાપિત કરવામાં આવે તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ધ્યેયસુત્ર ‘રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ’ સાર્થક કરી સમાજમાં શિક્ષકોની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત થાય તે પ્રકારના કાર્યો કરી સમાજમાં શિક્ષકોની ભૂમિકા ચરિતાર્થ થાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text