મોરબીમાં ફક્ત દીકરીઓ ધરાવતી 31 માતાઓનું ગરિમાપૂર્વક સન્માન

- text


ઇન્ડીયન લાયન્સ કલબની સિલ્વર જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે સ્ત્રી સશક્તિકરણની દિશામાં સરાહનીય પ્રયાસ કરાયો: સંસ્થાના સભ્યોએ ગરીબ માતાઓની દીકરીઓને દત્તક લઈને ભણાવા અને લગ્નનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી

મોરબી : સમાજમાં લોકો દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન રાખીને દીકરાની જેમ દિકરીઓનું પણ સમાન ધોરણે લાલન પાલન કરીને ઉછરે તે માટે મોરબીમાં ઇન્ડીયન લાયન્સ કબલ સંસ્થા દ્વારા પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું.જેમાં આ સંસ્થાની સિલ્વર જ્યૂબીલીની ઉજવણીના ભાગ રૂપે સ્ત્રી સશક્તિકરણની દિશામાં આવકાર દાયી કદમ ઉઠાવીને ફક્ત દીકરીઓ ધરાવતી 31 માતાઓનું ગરિમા પૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું અને સંસ્થાઓના સભ્યોએ આ માતાઓની ગરીબ દીકરીઓને દત્તક લઈને તેમના ભણવા ગણવા અને લગ્ન સુધીનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી.

મોરબીની ઇન્ડીયન લાયન્સ કલબ સંસ્થા દ્વારા દીકરો અને દીકરી એક સમાન હોવાનો મેસેજ સમાજ સુધી સકારાત્મક રીતે સમાજ સુધી પહોંચડાવના આશય સાથે પ્રેરણાદાયી કાર્ય હાથ ધરાયુ હતું.જેમાં ઇન્ડીયન લાયન્સ કબલના 25 વર્ષ નિમિતે સિલ્વર જ્યુબિલીની ઉજવણી ખરા અર્થે સાર્થક કરવા માટે ફક્ત દીકરીઓ ધરાવતી માતાઓના સન્માન સમારોહનું મોરબીના લોહાણા વિધાર્થી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, રામજીભાઈ રબારી, પોપટભાઈ કગથરા, શિવલાલ ઓગણજા, ભુપતભાઇ રવેંશિયા, ઘોઘુભાઈ કારીયા,બી.કે.લહેરુ,ભાવેશભાઈ શાહ, જ્યોતિસિંહ જાડેજા, ટી.ડી.પટેલ, બંસીભાઈ, જે.પી.જેસવાણી, રઘુભા ઝાલા,મનજીભાઈ સહિતના દરેક ક્ષેત્રેના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ મહાનુભવોના હસ્તે ફક્ત દીકરીઓ ધરાવતી 31 માતાઓનું ગૌરવરૂપ સન્માન કરવામાં આવ્યું હતું.સાથોસાથ સમાજ સેવા માટે ખરા અર્થમાં યોગદાન આપનાર સેવભવીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

- text

આ પ્રસંગે મહાનુભવોએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે,વર્ષોથી આપણા સમાજમાં દીકરીઓના ઉછેર માટે ખાસ કોઈ કાળજી લેવામાં આવતી નથી અને દિકરીઓ તરફ ભેદભાવ રાખવામાં આવે છે પણ હવે સમાજના બદલાતા સમયના વહેંણ સાથે લોકોની વિચારધારામાં પરિવર્તન આવ્યું છે અને ઘણા પરિવારો દીકરીઓના ઉછેર અને લાલન પાલન માટે ભારે કાળજી રાખે છે ત્યારે સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો તથા બેટી પઢાવોની દિશામાં આવકારદાયી કદમ ઉઠાવીને દીકરીઓને જન્મ આપ્યા બાદ માતાઓને વિશેષ ગૌરવની લાગણી થાય અને દીકરીઓના ઉછેરમાં માતાઓને વધુ પ્રેરણા મળે તે માટે ફક્ત દીકરીઓ ધરાવતી માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ આ માતાઓની દીકરીઓને સંસ્થાઓના સદસ્યોએ દત્તક લઈને તેમના શિક્ષણ તથા લગ્નનો ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવેશભાઈ દોશી,હર્ષદભાઈ ગામી સહિતના આ સંસ્થાના હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text