મોરબી : પીપળી ગામે પાણીના નળનો વાલ્વ ચેક કરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી

- text


બને પરિવારો વચ્ચે થયેલી મારમારીમાં બન્ને પક્ષના 4થી વધુ લોકો ઘવાયા : પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના પીપળી ગામે પાણીના નળનો વાલ્વ ચેક કરવા મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બે પરિવારો વચ્ચે થયેલી મારામારીમાં બન્ને પક્ષના 4 થી વધુ લોકો ઘવાયા હતા. તાલુકા પોલીસે બન્ને પરિવારની ફરિયાદ નોંધી બન્ને પક્ષના કુલ 7 વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના પીપળી ગામે આવેલ શિવપાર્ક-2માં રહેતા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ જયદેવસિંહ જાડેજા, શક્તિસિંહ ઉફે ભાણુભા, સ્મિતાબેન દિલીપભાઈ પટેલ અને લાલાભાઈ પટેલ સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, કે તેમના પત્ની સાથે પાણીના નળ બાબતે આરોપીઓ સાથે બોલાચાલી થયા બાદ આ બાબતનો ખાર રાખી 4 આરોપીઓ ગઈકાલે તેમના ઘરે આવ્યા હતા અને ફરિયાદી તથા તેમની પત્ની અને પુત્ર પર આરોપીઓ લાકડીના ધોકાથી માર માર્યો હતો. એટલું જ નહીં આરોપીઓ શેરીમાં પડેલા વાહનોમાં તોડફોડ કરીને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે પીપળી રોડ પર આવેલ ગજાનન પાર્કમાં રહેતા શક્તિસિંહ ઉફે ભાણુભા મહાવીર સિંહ ઝાલાએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓ જીજ્ઞેશભાઈ દવે,કીર્તનભાઈ દવે અને દર્પણ દવેએ પાણીની વાલ્વ ચેક કરવા મામલે તેમની સાથે માથાકૂટ કરીને ફરિયાદીને લોખડની સાંકળ તથા લાકડાના ધોકા વડે હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text