મોરબી : સિદ્ધનાથ યુવા શિક્ષણ સંગઠનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગઈકાલ તા. 21ને રવિવારે, રાત્રે 9:30 કલાકે રામજી મંદિર, વાડી વિસ્તાર, શનાળા રોડ, મોરબી સિદ્ધનાથ યુવા શિક્ષણ સંગઠનનો ભવ્ય સાંસ્કૃતિક તેમજ ધો. 1થી 12 માટેનો ઇનામ વિતરણનો કાર્યક્રમ સતવારા સમાજની વાડી, શનાળા રોડ, મોરબી મુકામે યોજાયો હતો.

મોરબીમાં સિદ્ધનાથ યુવા શિક્ષણ સંગઠનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સતવારા સમાજના આગેવાનો ભાવેશભાઈ કંઝારિયા, ડૉ. એલ.એમ. કંઝારિયા, ગણેશભાઈ ડાભી, કે.કે. પરમાર, રતિલાલભાઈ કંઝારિયા, માધાપર ઓ.જી. વિસ્તારના સરપંચ ગણેશભાઈ નકુમ, વિજયભાઈ પરમાર, ઘેલજીભાઈ જાદવ, જયંતિભાઈ ડાભી, કાળુભાઇ પરમાર તેમજ વજેપર વાડી પ્રાથમિક શાળાના આચાર્ય કિશોરભાઈ તેમજ શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

આ કાર્યક્રમમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને આભારવિધિ બાદ પ્રસાદ લઇને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આ સંગઠનના પ્રમુખ પ્રો.રાજેશભાઈ એમ. કંઝારિયાએ કર્યું હતું અને આ કાર્યક્રમ સફળ બનાવવા સંગઠનના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text