હળવદ : ગોકુળીયા ગામે ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને કરી તાળાબંધી

- text


મધ્યાહન ભોજનમાં વિધાર્થીઓને સડેલા ચણા વાળી રસોઈ પીરસાતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો : મધ્યાહન ભોજનનું મેનું પ્રમાણે ભોજન ન આપીને સડેલા ખોરાક આપતો હોવાની આક્ષેપ

હળવદ : હળવદ ગોકુળીયા ગામે આજે શાળાના વિધાર્થીઓને મધ્યાહન ભોજનમાં સડેલા ચણા વાળી રસોઈ આપતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભીંજનના રૂમને તાળાબંધી કરી હતી. તેમજ મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે ભોજન જ ન આપતું હોવાની તથા વાસી ખોરાક આપતો હોવાના આક્ષેપ સાથે આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરાઇ તો શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે. હળવદના ગોકુળીયા ગામે આજે શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન જે ચણા વળી રસોઈ પીરસવામાં આવી હતી.તેમાં વિધાર્થીઓ ચણા એકદમ સડેલા હોવાનું અને પશુઓ પણ ખાઈ ન શકે તેવી આ રસોઈ હોવાની ફરિયાદ કરી હતી.આ બાબતની જાણ થતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા અને રોષે ભરાયેલા ગ્રામજનોએ મધ્યાહન ભોજનના રૂમને તાળાબંધી કરી હતી.તેમજ જો મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જ વિધાર્થીઓને રસોઈ ન અપાઈ તો આગામી દિવસોમાં શાળાને પણ તાળાબંધી કરવાની ચીમકી આપી છે.અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત વાલીઓએ જણાવ્યું હતું કે મોટાભાગની શાળામાં મધ્યાહન ભોજનનું સરકારે આપેલું મેનુ જાણે કાગળ પર જ હોય તેમ મેનુ પ્રમાણે ક્યારેય વિધાર્થીઓને ભોજન પીરસાતું નથી.માત્ર ભાત કે ખીચડી જ આપવામાં આવે છે. સરકારે જે મેનુમાં રસોઈ કરવાનું સૂચવ્યું છે તે રસોઈ તો વિધાર્થીઓ કયારેય જોઈ પણ નથી. મધ્યાહન ભોજનમાં માત્ર વિધાર્થીઓને વાસી ખોરાક આપીને તેમના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.તેથી ઉચકક્ષાએ આ બાબતે યોગ્ય તપાસ થાય તેવી જાગૃત વાલીઓએ માંગ કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text