ટંકારામા આજે પણ દે ધના ધન, માત્ર દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

મોરબી : ટંકારામા આજે પણ માત્ર દોઢ કલાકમાં દે ઘના ધન પોણા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત મોરબી તાલુકાના અમુક ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ટંકારામા ગઈકાલે મેઘમહેર થતા અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે ફરી મેઘરાજાએ હેત વરસાવીને સાંજે 6 થી 7:30 દરમિયાન માત્ર દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસાવ્યો હતો. આજે પણ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત મોરબી તાલુકાના કાંતિપુર, બગથળા, ખેરાડી, આમરણ, માણેકવાડા, થોરાળા, ચાચાપર, સિદ્ધપર સહિતના ગામોમાં પણ વરસાદ ઝાપટા પડ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.