મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના બાળકો નેશનલ સ્પોર્ટ્સ પ્રતિયોગિતામાં ચેમ્પિયન્સ

- text


રાષ્ટ્રીય સ્તરે કુલ 5 મેડલ્સ મેળવીને સ્કૂલનું નામ રોશન કર્યું

મોરબી : તાજેતરમાં અજમેર-રાજસ્થાન ખાતે નેશનલ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ બોર્ડ દ્વારા યોજાયેલી ગેમ્સ પ્રતિયોગિતામાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કુલ 5 જેટલા મેડલ્સ મેળવીને શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું હતું. રાજસ્થાનના અજમેર મુકામે નેશનલ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ બોર્ડ દ્વારા 12 થી 14 જુલાઈ દરમિયાન રાષ્ટ્રીય સ્તરે ગેમ્સ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં આઠ જેટલા રાજ્યોની શાળાઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગીતામાં મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી અંડર 17 ક્રિકેટના ફાઇનલમાં રાજસ્થાનને હરાવીને ગોલ્ડ, અંડર 14 ચેસમાં સિલ્વર, અંડર 14 400 મીટર દોડમાં સિલ્વર, અંડર 14 કબડ્ડીમાં અને સ્કેટિંગમાં બે બ્રોન્ઝ એમ કુલ 5 મેડલ્સ મેળવ્યા હતા. આ પ્રતિયોગિતા માટે વિદ્યાર્થીઓ 5 સ્પેશિયલાઈઝડ કોચની દેખરેખ હેઠળ તૈયાર થયા હતા. શાળાના વિદ્યાર્થીઓએ શાળા પરિવાર, મોરબી, ગુજરાત તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના મેનેજીંગ ડિરેક્ટર હાર્દિક પાડલીયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text