ટંકારાના ખેડૂતોની વિવિધ સમસ્યાઓ દૂર કરવા મામલતદારને આવેદન

- text


કપાસનો પાક વીમો ચૂકવવા, સૌની યોજના દ્વારા ડેમો ભરવા તથા પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવા રજુઆત કરાઈ : પગલાં ન લેવાય તો આંદોલન

ટંકારા : ટંકારા તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા કૃષિમંત્રી આર.સી. ફળદુ, પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર અને મોરબી જિલ્લાના કલેક્ટરને કપાસનો વર્ષ 2018-19નો પાકવીમો ચૂકવવા, સૌની યોજના અંતર્ગત ખાલી ડેમો ભરવા તથા પશુઓના નિભાવ માટે ઘાસચારો પૂરો પાડવા માટે આવેદન આપવામાં આવ્યું હતું.

નોંધનીય છે, કે ગત વર્ષે ચોમાસા દરમિયાન મોરબી જિલ્લામાં નહિવત વરસાદ પડ્યો હતો, આથી દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. જેના લીધે ખેડૂતોએ વાવેલા મગફળી, કપાસ જેવા પાકો નિષ્ફળ ગયા હતા. આ નિષ્ફળ ગયેલા પાકોનો ગત વર્ષનો વીમો ચૂકવવા માટે રજુઆત કરાઈ હતી. આ ઉપરાંત આ વર્ષે એટલે કે 2019-20માં ચોમાસાની શરૂઆતમાં થોડો વરસાદ આવ્યો હતો, ત્યારબાદ 40 જેટલા દિવસના અંતરે વરસાદ આવવાથી આ વર્ષે પણ પાક નિષ્ફળ ગયો હતો. આથી ‘સૌની’ યોજના અંર્ગત ટંકારા તાલુકાના ડેમો ભરવા માટે પણ રજુઆત કરાઈ છે. જેથી ખેતરનો પાક બચી શકે.

- text

આ ઉપરાંત ટંકારા તાલુકાના ડેમો તથા તળાવો અને નદીઓ ખાલી હોવાથી અને પિયત માટેનો બીજો કોઈ સ્ત્રોત ઉપલબ્ધ નથી આથી આ વર્ષે પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. વરસાદ ન આવવાને કારણે ઘાસચારાની પણ તંગી ઉભી થઇ છે, જેને કારણે પશુઓના નિભાવમાં મુશ્કેલી પડે છે. આથી ઘાસચારો આપવા માટે પણ રજુઆત કરવામાં આવી છે. ઉપરાંત સ્થળાંતરણ કરવું પડે તેવી પરિસ્થિતિના લીધે ટંકારા તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરીને મળતી તમામ સહાય આપવા માટે આવેદન પાઠવવામાં આવ્યું છે તથા આ તરફ જો કોઈ પગલાં ન લેવાય તો ગાંધીચીંધ્યા માર્ગે મામલતદાર કચેરીએ આંદોલન કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text