મોરબીમા ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ અપાતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન

- text


અગાઉ મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ કરાયો ‘તો : છ મહિના વીત્યા બાદ ફરી ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરાતા ઉદ્યોગપતિઓ લાલઘૂમ

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ થઈ ગયા છે. જો કે અગાઉ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ કરી આપવામાં આવ્યો હતો. પરંતુ 6 મહિના બાદ હાલ ફરી ત્રણ મહિનાનો એગ્રીમેન્ટ કરવામાં આવતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન થઈ રહ્યું હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

ગુજરાત ગેસની છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગોની નાજુક સ્થિતી છે. ત્યારે માંગણીના આધારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સુચનાથી ગેસ એગ્રીમેન્ટ ત્રણ મહિનાના બદલે એક મહીનાના કરવા માટેની છુટ આપવામાં આવી હતી. જેની અમલવારી થઈ હતી. પરંતુ છ મહિના બાદ હવે ગુજરાત ગેસ દ્વારા ફરીથી ત્રણ મહિનાના એગ્રીમેન્ટ જ કરવા માટે કહેવામા આવે છે. તેવું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.

અત્યારની વર્તમાન સ્થિતીમા વરસાદની તકલીફ તેમજ ગલ્ફના દેશોમા એન્ટીડમ્પીંગ લાગવાની સંભાવના તેમજ બાંધકામ ક્ષેત્રે મંદીના કારણે મોરબીના સિરામીક ઉદ્યોગોની હાલત પણ નાજુક છે. ત્યારે ગુજરાત ગેસ દ્વારા ત્રણ મહીનાના એગ્રીમેન્ટની સિસ્ટમ અમલમાં લઈ આવતા મોરબીના સિરામીક ઉદ્યોગોની કમર તુટી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. કારણ કે સિરામીકની માંગ ના હોવાના કારણે જો એગ્રીમેન્ટ કરે તો તેમને ત્રણ મહિના ફરજીયાત ઉત્પાદન ચાલુ રાખવુ પડે અને તેની વિપરીત અસર થી તેને માલ ઉત્પાદનથી પણ સસ્તો વેચીને પણ ઉત્પાદન ચાલુ રાખવુ પડે.

- text

આ અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે ત્રણ મહિનાના એગ્રીમેન્ટ મુજબ જો ઉદ્યોગને ઓર્ડર ન હોય અને તે પ્રોડક્શન બંધ કરીને ગેસનો વપરાશ ન કરે તો પણ તેને એગ્રીમેન્ટ મુજબ બિલ ભરપાઈ કરવું પડે છે. ત્યારે એક મહિનાના એગ્રીમેન્ટમા ઉદ્યોગો ઓર્ડર ન હોય તેવા સમયે મોટું નુકશાન સહન કર્યા વગર પોતાનું પ્રોડક્શન બંધ રાખી શકે છે.

વધુમાં તેઓએ કહ્યું કે એશોસીએસન દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગુજરાત ગેસના સીઇઓ નિતીન પાટીલને લેખીતમા રજુઆત કરવામા આવી છે.જો આ માંગ સ્વીકારવામા નહી આવે તો આગામી સમયમા નાના ઉદ્યોગો ઉપર વિપરીત અસર થવાની છે. ત્યારે સરકાર યોગ્ય કરીને ફરીથી એક મહીનાના ગેસ એગ્રીમેન્ટ માટે ગુજરાત ગેસને સુચના આપે તેવી માંગણી મોરબીના ઉધોગકારો કરી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text