મોરબીમાં પરિણીતાએ સાસરિયાઓ ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી

- text


ઘરકામ બાબતે ત્રાસ આપીને પરિણીતાને આપઘાતનો પ્રયાસ કરવા ફરજ પડયાની છ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ

મોરબી : મોરબીમાં રહેતી પરિણીતાએ સાસરિયાઓ ત્રાસથી ઉંદર મારવાની દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે.આ બનાવ બાદ તેણીએ છ શખ્સો સામે ઘરકામ બાબતે ત્રાસ આપીને આપઘાતનો પ્રયાસ કરવા મજબૂર કરી હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વજેપર વિસ્તારમાં આવેલ ગેબનશા પીરની દરગાહ પાસે રહેતી બેનરજીબેન રહીમભાઈ શાહમદાર ઉ.વ.20 નામની પરિણીતાએ ગતતા.20ના રોજ પોતના ઘરે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી.બાદમાં તેણીએ આ બાબતે તેના સાસરિયાઓ સામે ત્રાસ આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ સિકંદરભાઈ વલીશાહ શાહમદાર, હાજીભાઈ સિકંદરભાઈ શાહમદાર,જીલુબેન સિકંદરભાઈ શાહમદાર, રૂકશાનાબેન હાજીભાઈ શાહમદાર, દાઉદભાઈ સિકંદરભાઈ શાહમદાર,રેહાનાબેન દાઉદભાઈ શાહમદારએ પરિણીતાને ઘરકામ બાબતે ત્રાસ આપાતા કંટાળી જવાથી તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.મહિલા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text