વાંકાનેરના શખ્સને અડધો કિલો ગાંજા આપનાર સપ્લાયર્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમા એક શખ્સને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.આ શખ્સની પૂછપરછમાં સપ્લાયર્સનું નામ ખુલતા વાંકાનેર પોલીસે આજે બાતમીના આધારે સપ્લાયર્સને ઝડપી લીધો હતો.

મોરબી એસઓજી પીઆઈ એસ.એન.સાટી સહિતની ટીમે થોડા દિવસો અગાઉ વાંકાનેરમાથી રિઝવાન અયુબભાઈ ખોખર ઉ.વ. 32ને અડધો કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો.ત્યારબાદ આ બનાવની વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરીને આ ગાંજો ક્યાંથી મેળવ્યો અને કોણે આપ્યો તે અંગે આરોપીની.પૂછપરછ કરી હતી.પોલીસની પૂછપરછમાં આરોપીએ મૂળ કચ્છ ભુજના વતની અને હાલ રાજકોટ રહેતા એક શખ્સ તેને અડધો કિલો ગાંજો આપ્યો હોવાની કબૂલાત આપી હતી.આથી આ આરોપીની ઝડપી લેવા માટે મળેલી બાતમીના આધારે વાંકાનેરના પોલીસ સ્ટાફ રવિદભાઈ, રઘુભાઈ ઓળકિયા, મહેન્દ્રકુમાર વડગામા સહિતનાએ બેડી ચોકડી પાસે વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતા આરોપી રામભાઈ કાનભાઈ ગઢવી ઉ.વ.72, રહે હાલ રાજકોટ રેલનગર મૂળ કચ્છ ભુજને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text