મોરબીમાં મેઘરજાને મનવવા વરૂણ યજ્ઞ યોજાયો

- text


વરૂણ યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને મેઘરજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી

મોરબી : મોરબી જિલ્લામાં મેઘરાજા રિસાયા હોવાથી.લોકો મુશ્કેલીમાં મુકાયા છે.તેથી.મેઘરાજા મનાવવા માટે ઈશ્વરની આરાધના સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.આથી લોકો ધૂન ભજન અને કીર્તન કરીને મેઘરાજાને મનાવવાની આજીજી કરી રહ્યા છે.ત્યારે મોરબીમાં વરુણ યજ્ઞ યોજાયો હતો.જેમાં આસપાસના લોકો મોટી સંખ્યામાં વરુણ યજ્ઞનો લાભ લઇને મેઘરજાને મન મુકીને વરસી પડવાની પ્રાર્થના કરી હતી.

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ મહાવીર સોસાયટીના સાર્વજનીક પ્લોટ ખાતે કંચનબેન બુદ્ધદેવ સહિતનાઓ દ્વારા વરુણ દેવને રીઝવવા માટે વૃષ્ટિ યજ્ઞ એટલે કે વરુણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વરૂણ યજ્ઞમાં આજુબાજુના અનેક લોકો જોડાયા હતા અને મેઘરાજાને મન મુકીને વરસી પફવાની અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરી હતી.જોકે વર્ષોથી લોકોમાં એવી ધાર્મિક માન્યતા છે કે વરસાદ ખેંચાયો હોય ત્યારે આ ભારે શ્રદ્ધા અને આસ્થા પૂર્વક વૃષ્ટિ યજ્ઞ કરવામાં આવે તો મેઘરાજા રિસમણા છોડીને અનરાધાર મેઘ કૃપા વરસાવે છે..આવી ધાર્મિક માન્યતાને લઈને લોકોએ ખૂબ જ શ્રદ્ધાભેર વરૂણ યજ્ઞ કર્યો હતો. આ વરૂણ યજ્ઞમાં મંજુલાબેન દેત્રોજા ,મહેશભાઈ ભોરણીયા,ડો.જયેશભાઇ પનારા, આચાર્ય રાદેવજી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં ગયા વર્ષે પણ નહિવત જેવો વરસાદ પડ્યો હતો અને ગત વર્ષ દુષ્કાળનું હોવાથી ખેડૂતોને હજુ આ માઠા વર્ષનો ધા રૂઝાયો ન હોય તેમ આ વર્ષે પણ મેઘરાજા વરસાદની શરૂઆતની સિઝનથી રિસાયા હોવાથી સમગ્ર જિલ્લામાં કપરી પરિસ્થિતિ સર્જાઈ છે.આથી લોકો મેઘરાજાને મનાવવા ઈશ્વરના શરણે આવી ગયા છે.મોરબી જિલ્લાના ગામે ગામ અને શહેરી વિસ્તારોમાં ઠેરઠેર ધૂન ભજન ચાલી રહી છે.તમામ લોકો ઈશ્વરને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરીને સારા વરસાદનો કામના કરી રહ્યા છે.ત્યારે આજે વરૂણ યજ્ઞ કરીને લોકોએ મેઘરાજાને રિસમણા છોડી દેવાની આજીજી કરી હતી.

- text

- text