ટંકારા પંથકમાં અંતે ગાજવીજ સાથે વરસાદ

- text


ટંકારા શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 20 મિનિટથી પડતો ધોધમાર વરસાદ : હળવદમાં માત્ર હળવું ઝાપટું પડ્યું

ટંકારા : ટંકારા પંથકમાં આજે ગાજવીજ સાથે મેઘરાજાએ કૃપા વરસાવવાનું શરૂ કરતાં લોકોમાં હરખની હેલી જોવા મળી રહી છે.ટંકારા શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં 20 મિનિટથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ચારેકોર પાણી નીકળી ગયા છે.જ્યારે હળવદમાં આજે માત્ર હળવું ઝાપટું જ પડ્યું હતું.

ટંકારા પંથકમાં આજે સવારથી અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ આજે સાંજે વાતવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશમાં વરસાદી માહોલ બંધાતાની સાથે વરસાદ શરૂ થયો હતો વીજળીના કડકા ભડકા સાથે મેઘરાજાએ હેત વરસાવાનું શરૂ કરી દેતા ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું.છેલ્લી 20 મિનિટથી ટંકારા શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ધોધમાર વરસાદને પગલે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોમાં હરખની હેલી જોવા મળી છે. ત્યારે મેઘરાજા હજુ મન મુકીને વરસી પડે તેવી ખેડૂતો ઝંખના કરી રહ્યા છે.આ ઉપરાંત હળવદ પંથકમાં હળવું ઝાપટું વરસીને વરસાદ અટકી જતા લોકોમાં નિરાશા જોવા મળી હતી.

- text

- text