મોરબી : ડો. પ્રવિણ તોગડીયાની અધ્યક્ષતામા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ

- text


ડો.તોગડીયાએ રામમંદિર, કાશ્મીરી હિન્દુઓનુ પૂનર્વસન, ગૌરક્ષા મુદે મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી

મોરબી : મોરબીના જલારામ મંદિર ખાતે આજે ડો.પ્રવિણ તોગડીયાના અધ્યક્ષ સ્થાને આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદની સોરાષ્ટ્ પ્રાંત કક્ષાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવિણ તોગડીયાએ રામ મંદિર, કાશ્મીરી હિંદુઓનું પુર્નવર્સન તથા ગૌરક્ષા સહિતના મુદાઓ પર મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

મોરબી જલારામ મંદિર ખાતે આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ન સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજવામા આવી હતી. જેમા અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક અધ્યક્ષડો. પ્રવિણ ભાઈ તોગડીયા સહીતના પ્રદેશ તેમજ રાષ્ટ્રીય કક્ષાના પદાધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા સંગઠનને મજબુત બનાવવા તેમજ સનાતન હિન્દુ ધર્મની રક્ષા તેમજ હિન્દુ સંસ્કૃતીના જતન સહીતની બાબતોની ચર્ચા વિચારણા કરવામા આવી હતી. તે ઉપરાંત ડો. પ્રવિણભાઈ તોગડીયા ૩ તલાકનો કાયદો, રામ મંદિર નિર્માણ, કાશ્મીરી હિન્દુઓનુ પૂનર્વસન, ગૌરક્ષા સહીતના મૂદ્ે મોદી સરકારની આકરી ટીકા કરી હતી. આ બેઠક મા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી જી.જે ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત મહામંત્રી શ્રી બકુલ ભાઈ ખાખી, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી શ્રી જીતુ ભાઈ મહેતા, ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર ના વિવિધ પ્રખંડો ના પદાધિકારીઓ બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત બેઠક મા મોરબી શહેર તેમજ જીલ્લા ઉપરાંત વિવિધ પ્રખંડોના પદાધિકારીઓની નિમણુંક વિશે ચર્ચા કરવા મા આવી હતી.

- text

- text