મોરબી : રફાળેશ્વર નજીક ડેમુ ટ્રેન હડફેટે અજાણ્યા યુવાનનું મોત

- text


રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના જુના રફાળેશ્વર રોડ નજીક આજે સવારે 10-15 વાગ્યે વાંકાનેરથી મોરબી તરફ આવતી ડેમુ ટ્રેન હડફેટે એક યુવાન ચડી જતા તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવની જાણ થતાં રેલવે પોલીસે ઘટના સ્થળે દોડી જઈને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આજે સવારે 10-15 વાગ્યે વાંકાનેરથી મોરબી તરફ આવી રહી હતી.ત્યારે મોરબીના જુના રફાળેશ્વર રોડ ઉપર રફાળેશ્વર ગામ પહેલા બે કિમિ દૂર મિલેનિયમ પેપરમિલની સામે ડેમુ ટ્રેન પહોંચી ત્યારે એક અજાણ્યો યુવાન ટ્રેન નીચે આવી જતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.આ બનાવને પગલે ડેમુ ટ્રેન અટકી ગઈ હતી અને અજાણ્યા યુવાનનો મૃતદેહને સ્ટ્રેચરમાં લઈને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં રેલવે પોલીસના રમેશભાઈ પટેલ સહિતના ઘટનાસ્થળે દોડી જઈને પ્રાથમિક તપાસ કરી હતી.જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાન મિલેનિયમ પેપરમિલમાં કામ કરતો હતો .પરંતુ તેની હજુ ઓળખ મળી નથી. તેથી આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ ચલાવી રહી છે.

- text

- text