ટંકારામાં અઢી ઇંચ વરસાદ : અનેક ગામડાઓમાં કોરા ધાકડ

- text


ટંકારા : ટંકારામા આજે અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. આ વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. જોકે અનેક ગામડાઓ આજે પણ કોરા ધાકડ રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

છેલ્લા ઘણા સમયથી વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી હતી. ત્યારે આજે ટંકારામા મેઘરાજા મહેરબાન થઈને ધોધમાર વરસ્યા હતા. સાંજના સમયે વરસેલા આ વરસાદથી ખેડૂતો સહિત સૌ કોઈ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

- text

ટંકારા મામલતદાર કચેરીમા 66 એમ.એમ. વરસાદ નોંધાયો છે. જો કે ટંકારાના અનેક ગામડાઓ કોરા ધાકડ રહ્યા હોય ત્યાં વરસાદની આતુરતા પૂર્વક રાહ જોવાય રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text