મોરબીમાં સ્વચ્છતા અભિયાનની ટીમે નવલખી રોડ પર કરી સઘન સફાઈ

- text


સફાઈ અભિયાનમાં ટીમના 100થી વધુ કાર્યકરો,પાલિકાના કાઉન્સીલર, સફાઈ કામદારો સહિતનો સ્ટાફ જોડાયો

મોરબી : મોરબીમાં સ્વચ્છતા અભિયાન ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી દર રવિવારે સફાઈ અભિયાન હાથ ધરાઇ છે.તે મુજબ આ રવિવારે પણ નવલખી રોડ પરના આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા સઘન સફાઈ કરવામાં આવી હતી અને 10 ટ્રેકટર ભરાય તેટલા કચરાનો નિકાલ કરીને નવલખી રોડ પરના આસપાસના વિસ્તારોને ચોખા ચણાક કરી નાખ્યા હતા.

મોરબીમાં તબીબોની ટીમે શહેરને સ્વચ્છ બનાવવા માટે અગાઉ ઝાડુ ઉપડતાની સાથે જ તેમના સ્વચ્છતા અભિયાનને જુદા જુદા વર્ગના તમામ સ્તરના લોકો તરફથી ભારે પ્રતિસાદ મળ્યો છે અને આ સ્વચ્છતા અભિયાનમાં ધીરે ધીરે ઉધોગકારો, સમજસેવીઓ, યુવાનો,બાળકો અને વૃદ્ધો સહિતના લોકો જોડાતા હવે આ સ્વચ્છતા અભિયાનની 150થી વધુ લોકોની મજબૂત ટીમ બની ગઈ છે.આ સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના કોઈને કોઈ વિસ્તારમાં જઈને ત્યાં સઘન સફાઈ કરવામાં આવી રહી છે.તે મુજબ આ રવિવારે સ્વચ્છતા અભિયાનની ટીમ દ્વારા નવલખી રોડ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં સ્વચ્છતા અભિયાનની ટીમના 100થી વધુ સભ્યો,પાલિકાના સફાઈ કામદારો, કાઉન્સીલર પ્રભુભાઈ ભૂત,,જયદીપસિંહ રાઠોડ, પાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર કૃષ્ણસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.અને નવલખી રોડ પરના કુબેરનગર સહિતના આસપાસના વિસ્તારમાં સઘન સફાઈ કરીને 10 ટ્રેકટર ભરાઈ તેટલા કચરાનો નિકાલ કરીને સ્વચ્છ કરી નાખ્યા હતા.

- text

- text