પોલીસ સ્ટેશને ક્યાં ગુના નોંધાય? ક્યાં ગુના માટે કઈ સજા? : બાળકોએ મેળવી માહિતી

- text


મોરબીના સામાકાંઠે આવેલી ભારતી વિદ્યાલય શાળાના વિદ્યાર્થીઓએ બી – ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને પોલીસ સ્ટેશનની કામગીરીનું જ્ઞાન મેળવ્યું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ ભારતી વિદ્યાલય શાળાના ધો.9 થી 12ના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનના કર્મચારીનું કાર્ય અને ત્યાં ક્યાં ગુના દાખલ થાય તેમજ ગુના માટે કઈ સજાની જોગવાઈ છે? જેવી બાબતોનો ખ્યાલ આવે તે માટે મોરબી સીટી બી ડિવિઝનની મુલાકાત કરવામાં આવી હતી. જ્યાં વિધાર્થીઓએ પોલીસ સ્ટેશનની કામગીરીને પ્રત્યક્ષ નિહાળીને પોલીસની કામગીરીનું જ્ઞાન મેળવ્યું હતું. બી ડિવિઝન પોલીસ સ્ટેશને વિદ્યાર્થીઓએ તમામ કાયદાકીય માહિતી PSO ઝાલા સાહેબ પાસેથી મેળવી તેમજ તેમણે સમજાવ્યું કે જયારે કોઈ ગુનો દાખલ થાય ત્યારે તેને કઈ કલમ હેઠળ કેવી સજા મળે. ત્યારબાદ ASI ચૌહાણ સાહેબે બાળકોને રાઇટર હેડ રૂમ, કમ્પ્યુટર રૂમ, સર્વેલન્સ સ્ટાફ રૂમ, લોકઅપ રૂમ બતાવ્યા અને સમજાવ્યું કે આરોપીને કેટલા સમય સુધી લોકઅપ રૂમમાં રાખવામાં આવે તેમજ મહિલા સંરક્ષણ માટે ક્યાં કાયદાની જોગવાઈ કરવામાં આવેલ છે? તે અંગેની માહિતી આપી હતી.

- text

PSI સોઢા સાહેબે વિદ્યાર્થીઓને હથિયાર બતાવીને સમજાવ્યું કે ક્યા હથિયારનો ઉપયોગ કયારે કરવામાં આવે છે? તેમજ તેમણે એ પણ જણાવ્યું કે જયારે કોઈ ટોળું ખોટી રીતે ભેગું થાય ત્યારે તેવા સંજોગોમાં Tear ગેસ કેવી રીતે ફેંકવામાં આવે કે જેથી ટોળાને નિયંત્રણમાં લાવી શકાય. અંતમાં શાળાના પ્રમુખ હિતેષભાઇ મહેતા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આઈ.એમ.કોંઢીયા સાહેબ તેમજ તેમની પુરી ટીમને વિદ્યાર્થીઓને આ માહિતી મળે તે માટે આ સુંદર આયોજન કર્યું તે બદલ તેમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text