મોરબીમાં પતિની હત્યા કરનાર પત્ની અને પૂર્વ પતિ બે દિવસના રિમાન્ડ પર

મોરબી : મોરબી નજીક રંગપર ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં શ્રમિક યુવાનની હત્યા તેની પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને કરી હોવાનું ખુલ્યા બાદ ગઈકાલે તાલુકા પોલીસે આ બન્ને આરોપીઓની ધરપડક કરી હતી.બાદમાં આજે આરોપી પત્ની અને તેના પૂર્વ પતિને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બન્ને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના રંગપર ગામ નજીક આવેલ ઇરોટા સીરામીક ફેકટરીમાં રહીને મજુરી કામ કરતા રામસિંહ ભવરલાલ નામના શ્રમિક યુવાનની થોડા દિવસો પહેલા થયેલી હત્યાના રહસ્યમય બનાવનો ભેદ એલસીબી અને તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો હતો.પોલીસે ગઈકાલે દમણ ખાતેથી મૃતક યુવાનની પત્ની કિરણદેવી અને તેના પૂર્વ પતિ ઇન્દલ ધનોરી પાસવાનને ઝડપી લીધા હતા.પોલીસની તપાસમાં મૃતક યુવાનની પત્ની કિરણદેવીએ દમણ ખાતે રહેતા તેના પૂર્વ પતિ ઇન્દલ ધનોરી પાસવાનને મોરબી બોલાવીને તેની સાથે મળીને ત્રાસ આપતા પતિ રામસિંહને નિંદ્રાધીન અવસ્થામાં જ પથ્થરનો ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.કિરણદેવીએ પહેલાં પતિ અને બાળકોને છોડીને રામસિંહ સાથે લવમેરેજ કરી લીધા બાદ પતિ તેણીને મારકુટ કરીને ત્રાસ આપતો હોવાથી પત્નીએ પૂર્વ પતિ સાથે મળીને આ હત્યાનો.પ્લાન ઘડીને અંજામ આપ્યો હતો.આ બાબતની પોલીસની પૂછપરછમાં બન્ને આરોપીઓએ આ સનસનીખેજ કબુલાત આપતા પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરીને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપી પત્ની અને તેના પૂર્વ પતિના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.આ બાબતે પોલીસે જણાવ્યુ હતુ કે આરોપીઓ ગુનાની કબુલાત આપી લીધા બાદ પુરવારૂપે ઘટનાસ્થળેથી હત્યામાં વપરાયેલો પથ્થર કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne