મોરબી – માળીયાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા

- text


વાઘપર-પીલુડી, ગાળા,અણીયારી જેતપર ,દેવળીયા,ટિકર સહિતના ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં વરસાદી ઝાપટા : માળિયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ : મોરબીમાં છાંટા પડ્યા

મોરબી : મોરબીમાં લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ લોકોની પ્રાર્થના સાંભળી લીધી હોય તેમ આજે મોરબી માળીયા અને હળવદના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપતા પડ્યા હતા. ગામલોકોને કહેવા મુજબ વાઘપર પિલુડી ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં ઝાપટા પડ્યા છે. 

- text

મોરબી જિલ્લામાં વરસાદ ખેંચાયા બાદ ઠેરઠેર લોકોએ રામધૂન બોલાવીને મેઘરાજાને રિઝવવાની આજીજી કરી હતી. તેથી આજે આખો દિવસ બફારો અને ઉકળાટ રહ્યા બાદ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. ગામલોકોને કહેવા મુજબ વાઘપર-પીલુડી, અણીયારી, ગાળા,જેતપર, દેવળીયા, ટિકર સહિતના ગ્રામ્ય વિસ્તારોની પટ્ટીમાં ઝાપટાથી માંડીને પોણો ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. આ ઉપરાત માળિયા પંથકમાં અણીયારી , સરવડ , નાનાભેલા , માળિયા , મોટાભેલા સહિતના ગામોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે મોરબીમાં વરસાદી છાટા પડ્યા હતા.ત્યારે હજુ મેઘરાજા મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text