મોરબીમાં 21મીએ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પદગ્રહણ સમારોહ

- text


મોરબી : મોરબીમાં આવતીકાલ તારીખ 21ને રવિવારે લાયન્સ ક્લબ ઓફ મોરબી-નજરબાગ, લાયન્સ ક્લબ ઓફ મોરબી-સીટી અને લિઓ ક્લબ ઓફ મોરબી-નજરબાગ રોયલનો પદગ્રહણ સમારોહ સાંજે 6:00 વાગ્યાથી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, બેંક ઓફ બરોડા સામે, જુના બસસ્ટેન્ડ પાસે, મોરબી ખાતે યોજવામાં આવશે.

મોરબીમાં આવતીકાલે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનો પદગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં લાયન્સ ક્લબ મોરબી-નજરબાગના પ્રમુખ ડો. રવિન્દ્ર ભટ્ટ, સેક્રેટરી સમીર ગાંધી, ખજાનચી ભાવેશ ચંદારાણા, કો-ઓર્ડીનેટર તુષાર દફતરી અને એડમિનિસ્ટ્રેટર સંદીપ દફતરી, લાયન્સ ક્લબ મોરબી-સીટીના પ્રમુખ રમેશ રૂપાલા, સેક્રેટરી કેશવજીભાઇ દેત્રોજા, ખજાનચી ત્રિભોવનભાઇ ફૂલતરિયા, કો-ઓર્ડીનેટર અમૃતલાલ સુરાણી અને એડમિનિસ્ટ્રેટર ભીખાલાલ લોરિયા તેમજ લિઓ કલબના પ્રમુખ ભૌતિક જોશી, સેક્રેટરી અભિષેક મણિયાર, ખજાનચી કરણ માધવી, કો-ઓર્ડીનેટર વિજય પરમાર અને એડમિનિસ્ટ્રેટર રાજુ ખાંટ ઉપરાંત પદાધિકારી વસંત મોવલિયા અને ઇન્ડક્શન ઓફિસર ધીરજલાલ રાણપરીયા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કલેક્ટર આર.જે. માકડીયા અને તાલુકા કલેક્ટર કેતન જોશી તથા અતિથિ વિશેષ તરીકે ધીરેન મહેતા, ચંદ્રકાન્ત દફતરી, દિવ્યેશ સાકરીયા, ભરત મહેતા, રાજેશ દોશી, ગીતા સાવલા, મીના મહેતા, ભરત પટેલ અને ધીરુભાઈ આદ્રોજા ઉપસ્થિત રહેશે અને એસ.કે. ગર્ગ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ વીરેન્દ્ર પાટડીયા, રવિન્દ્ર ભટ્ટ, રમેશ રૂપાલા, ભૌતિક જોશી અને બીજા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર વસંત મોવલિયા દ્વારા અનુરોધ કરાયો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text