મોરબી : રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ 28મીએ યોજાશે

- text


મોરબી : મોરબીના રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ આગામી તારીખ 28ને રવિવારે બપોરે 12:30 કલાકે રત્નકલા એક્સપોર્ટની અંદર, સ્કાય મોલની બાજુમાં શનાળા રોડ મોરબી ખાતે યોજવામાં આવશે.

મોરબીના રાજપૂત સમાજનો સરસ્વતી સન્માન સમારંભ આગામી તારીખ 28ના રોજ યોજાશે. આ સમારંભમાં મોરબી, ખીજડીયા, વાધરવા, ઝીંઝુવાડા, શનાળા, ગુંગણ, કડિયાનાં, જીવાપર, પંચાસર, ચુર, વાઘપર, ફાટસર, બેલા, શાપર, રંગપર, વિરપર વગેરે જેવા ગામોના રાજપૂત સમાજના આગેવાનો તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહેશે. આ સન્માન સમારંભમાં 2018-19 માં જી.પી.એસ.સી.ની પરીક્ષામાં પાસ થયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓ-બહેનોનું વિશેષ સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત બહેનોના ઉચ્ચ શિક્ષણ માટે, ધોરણ 10 પછી ઉચ્ચ શિક્ષણ માટે, ધોરણ 10માં સારા ટકા લાવનાર વિદ્યાર્થીઓ માટે, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે પુરસ્કાર અને સ્કોલરશિપનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમ શિક્ષણ વિભાગના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાનેથી યોજાશે. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગૃહ અને કાયદા વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજા, કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી અને જામનગર રાજપૂત સમાજના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્વર્ણિમ ગુજરાત કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે. જાડેજા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત સમાજ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજા, ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ નાયબ સચિવ અશોકસિંહ પરમાર તથા અતિથિ વિશેષ તરીકે રાજકોટ રાજપૂત સમાજ પ્રમુખ જયરાજસિંહ જાડેજા, જૂનાગઢ રાજપૂત યુવા સંઘ પ્રમુખ જીતેન્દ્રસિંહ સોલંકી, ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને સુરેન્દ્રનગર ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડો. રુદ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના દરેક લોકોને ઉપસ્થિત રહેવા માટે નિમંત્રકો રઘુવીરસિંહ ઝાલા અને મહાવીરસિંહ જાડેજાએ અનુરોધ કર્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text