માળીયા : રાજપર(કું) અને ખરેચીયામાં જંગલી કૂતરાએ નીલગાય પર હુમલો કર્યો

- text


માળીયા : માળિયાના રાજપર(કું)-ખરેચીયા ગામે બે નીલગાય ઉપર આઠ જંગલી કૂતરાએ હુમલો કર્યો હતો. જેમાં નીલગાય ગંભીર રીતે ઘવાઈ હતી. માળિયાના રાજપર(કું)માં નીલગાય ઉપર રાજપર ગામેથી પસાર થતી નદીમાં 8 જેટલા જંગલી કૂતરાએ હુમલો કર્યો હતો. આ હુમલામાં નીલગાય ગંભીર રીતે ઘવાઈ હતી. આ ઘટનાની જાણ ગામલોકોને થતા તેઓએ કૂતરાના સકંજામાંથી નીલગાયને બચાવી લીધી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. નીલગાયને ફોરેસ્ટ વિભાગના ફોરેસ્ટર એમ.જી. દેત્રોજા, બળિયાવદ્રાભાઈ તથા સુરેલાભાઈએ નીલગાયને જરૂરી સારવાર આપી હતી. ખરેચીયામાં પણ જંગલી શ્વાનોએ નીલગાય પર હુમલો કર્યો હતો. આ નીલગાયનો પણ બચાવ કરવામાં આવ્યો હતો. બન્ને નીલગાયને સારવાર અર્થે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text