મોરબીમાં દારૂબંધી વચ્ચે પણ બે વર્ષ દરમિયાન અધધધ રૂ.6.86 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો

- text


રૂ. 11 લાખનો દેશી દારૂ પણ પકડાયો : દારૂબંધી કાગળ ઉપર અને કાયદોને વ્યસ્થાની સ્થિતિ કથળી હોવાના ધારાસભ્યના સવાલના જવાબમાં વિધાનસભામાં આ માહિતી મળી

મોરબી : મોરબી જિલ્લામાં છેક અંદર સુધી વિદેશી દારૂ ઘુસાડી દેવામાં આવે છે તેમાં ક્યાંકને ક્યાંક પોલીસ તંત્રની નબળાઈ, આળસ કે સેટિંગ અથવા સ્ટાફનો અભાવ હોવાનું કારણ જણાવવામાં આવ્યું હતુ. ગઈ કાલે મોરબી-માળીયા મી. ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આ અંગે વિધાનસભા ગૃહમાં પૂછેલા સવાલોના જવાબમાં આના કારણો અંગે વધુ માહિતી સરકારી આંકડાઓ સાથે જાણવા મળી હતી.

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી ચર્ચા દરમ્યાન ભાગ લેતા બ્રિજેશ મેરજાએ વિવિધ પ્રશ્નોના જવાબો માંગ્યા હતા. જેમાં ખાસ કરીને જિલ્લામાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાના એક પ્રશ્નના જ્વાબમાં જાણકારી મળી હતી કે 31 મે 2019ની સ્થિતિએ મોરબી સીટી એ.ડીવીમાં પોલીસ સબ ઇન્સની 10 મજુર થયેલી જગ્યા સામે 4 ખાલી છે. આ ઉપરાંત આસી. સબ.ઇન્સની 11 જગ્યા, હેડ કોન્સ.ની 7 જગ્યા, બિન હથિયારધારી પો.કોન્સની 118 જગ્યા, અન્ય બિન હથિયારધારી કોન્સ.ની 35 જગ્યા, માળીયા મી. પો.સ્ટેશનમાં બિન હથિયારધારી આસી.સબ.ઇન્સ.ની એક જગ્યા સામે 1 જગ્યા ખાલી, બિન હથિયાર હેડ.કોનસ.ની 4 જગ્યા ખાલી, હથીયારધારી હેડ કોન્સ.ની 3 જગ્યા ખાલી, હથિયારધારી પો.કોન્સની 26 જગ્યા ખાલી આમ કુલ 208 વિવિધ જગ્યાઓ હાલ ખાલી છે. આવી સ્થિતિમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તો જ નવાઈ લાગે.

- text

આવી સ્થિતિમાં પાછલા 2 વર્ષો દરમિયાન 55461 લીટર દેશી દારૂ કિંમત રૂ. 11,09,420, દેશી બનાવટનો વિદેશી દારૂ 2,19,098 બોટલ કિંમત રૂ. 6,54,58,600 તથા 32,062 નંગ બિયર કિંમત રૂ. 32,17,200 આમ કુલ મળીને 6 કરોડ 86 લાખ 75 હજાર 800ની રકમનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો તેમજ 55461 લીટર દેશી દારૂ કિંમત રૂ. 11,09,420નો જથ્થો ઝડપાયો છે. સૂત્રો જણાવે છે કે ઝડપાયેલો આ જથ્થો હિમશિલાની ટોચ સમાન જ છે. જયારે આનાથી ત્રણથી ચાર ગણો દારૂ પીવાઈ ગયો હોય એવું જાણકારો જાણવી રહ્યા છે. ધારાસભ્ય બ્રિજેશ મેરજા વિધાનસભા ગૃહમાં વારંવાર કહેતા હોય છે કે મોરબીમાં દૂધ કરતા દારૂ વધુ પીવાય છે એ વાતને આ આંકડાઓથી સમર્થન મળી રહ્યું છે.

આ ઉપરાંત મોરબીની સબ જેલમાં કેદીઓને કાયદાનું જ્ઞાન મળી રહે એ માટે એડ્વોકેટોની પેનલ મુક્કર કરવા અને આર્થિક સહાયનો પેટ પ્રશ્ન ઉઠાવીને આવી વ્યવસ્થને સઘન બનાવવા માટે પણ ચર્ચા કરી હતી. સાથો સાથ એ અંગેના ધારા ધોરણો અંગે વિસ્તારથી માહિતી મેળવી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text