વાંકાનેર : ખેડુતોને વર્ષ 2018-19નો પાકવિમો આપવાની માંગ

- text


વાંકાનેર : વર્ષ 2018 19 માટે વાંકાનેર તાલુકાના જોધપુર ગામના ખેડૂતોએ પાક વીમા માટેનું પ્રિમિયમ ભર્યુ હતુ અને આ વર્ષમાં વરસાદ ની સારી એવી ઘટ રહેતા પાકમાં ઓછું ઉત્પાદન આવેલ હોય, આમ છતાં જોધપુર ગામના ખેડૂત ખાતેદારોને પાક વીમો આપવામાં આવ્યો નથી. આ બાબતે જોધપર ગામના આગેવાનોએ મામલતદારને આવેદન આપીને પાક વિમો આપવા માટેની માંગ કરી છે.

આવેદનમા તેઓએ જણાવ્યું છે કે અમારા જોધપર ગામની આજુબાજુમાં અને બે કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા સીમળાના ગામો જેવા કે ગારીયા, કોઠી, મહીકા, લિંબાળા વગેરે ગામોમાં વિમો મળ્યો છે પરંતુ આ ગામોથી આશરે બે કિલોમીટર દૂર આવેલા અમારા ગામમાં પણ વરસાદ ઓછો હોઈ અને પાકનું ઉત્પાદન ઓછું થયું હોવા છતાં વીમો આપવામાં આવ્યો નથી આ બાબતે ઘટતુ કરી અને ખેડુતોને પાક વિમો મળે તેવી માંગ કરી છે.

- text

આવેદનમાં મંડળીના પ્રમુખ શેરસીયા ઉસ્માન નુરમામદ, તાલુકા પંચાયતના પ્રમુખના પતિ યુનુસભાઇ શેરસીયા, સરપંચ ગુલામ ભાઈ શેરસિયા, સહકારી અગ્રણી બુખારીભાઈ અને ગામના રાજકીય તેમજ સહકારી અગ્રણીઓ ખેડૂતોના પાક વીમા માટે આવેદન આપ્યું હતું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text