મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 100ની સ્પીડે નીકળેલી કાર વોકળામાં ખાબકી

મોરબીના એલ.ઇ.ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 100ની સ્પીડે નીકળેલી કાર વોકળામાં ખાબકી

આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઈ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી 100ની સ્પીડે નીકળેલી કાર બાજુના વોકળામાં ખાબકી હતી.સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડમથી આજે એક કાર બહાર રોડ ઉપર જવા નીકળી હતી.પણ કારની સ્પીડ 100ની હોવાથી ચાલકે એલ.ઇ કોલેજ રોડ પરના વણાંક પર વળવાના પ્રયાસ કરતા સ્ટીયરીગ પર કાબુ ન રહેવા કાર સીધી જ વોકળામાં ખાબકી હતી .સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને કાર ચાલકનો આબાદ બચાવ થયો છે.